Saturday, July 27, 2024
HomeGujaratમોરબીના ઘૂટુ રોડ પરથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

મોરબીના ઘૂટુ રોડ પરથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

મોરબીમાં વિદેશી દારૂની બદીને અટકાવવા મોરબી જિલ્લા પોલીસ દિન રાત કાર્યવાહી કરી રહી છે. અને એક બાદ એક બુટલેગરો પર રેઈડ કરી વિદેશી દારૂનો જથ્થો નાની-મોટી માત્રામાં પકડી પાડી રહી છે. ત્યારે ગઈકાલે મોરબી તાલુકા પોલીસે મોરબી તાલુકાના ઘુટુ રોડ માર્કોવિલેજ સોસાયટીની સામે એક શખ્સને વિદેશી દારૂની બોટલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓએ ઘુટુ રોડ માર્કોવિલેજ સોસાયટીની સામે એક શંકાસ્પદ જણાતા શખ્સને રોકી તેની પૂછપરછ કરી સંતોષકારક જવાબ ન મળતા ઈસમની તપાસ કરતા તેની પાસેથી વિદેશી દારૂની કંપની શીલ પેક મેકડોવેલ્સ નં-૦૧ કલેકસન વ્હિસ્કીની ૦૧ બોટલ મળી આવતા પોલીસે વિદેશી દારૂનો બોટલનો રૂ-૩૭૫/-નો મુદ્દામાલ કબ્જે કરી અજયભાઇ પ્રવિણભાઇ બદ્રેશિયા (રહે-હાલ-હરીઓમ પાર્ક ઘુટુ રોડ તા-જી-મોરબી મુળગામ- ગાંધીનગર સોસાયટી રતનપર મણિયારા વિધાલય સામે સુરેન્દ્રનગર) નામના કોન્ટ્રાકટરની આટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!