મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે જીઆઇડીસી શેરી નં. ૨ માં દરોડો પાડી ઝેન એસ્ટીલો કારમાંથી વિદેશી દારૂની ૧૮ બોટલ તથા બિયરના ૩૬ ટીન સાથે એક ઇસમને ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે દારૂનો જથ્થો વેચાણથી આપનારનું નામ ખુલતા, ક્રાઇમ બ્રાંચ પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવી આગળની તપાસ ચલાવી છે.
મળતી માહિતી મુજબ, મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમને બાતમી મળેલ કે જીઆઇડીસી શેરી નં. ૨ માં મનીષ ઉર્ફે પેંગો પોતાની કારમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે, જેથી તુરંત ઉપરોક્ત સ્થળે ક્રાઇમ બ્રાંચ પોલીસ દ્વારા રેઇડ કરતા, ઝેન એસ્ટીલો કાર રજી. નં. જીજે-૦૩-સીઆર-૪૬૧૬ માંથી વિદેશી દારૂની ડેનિમ વોડકાની ૧૮ બોટલ તથા કિંગફિશર બિયરના ૩૬ ટીન કુલ કિ.રૂ. ૧૩,૫૦૦/- મળી આવી હતી, આ સાથે આરોપી મનીષ ઉર્ફે પેંગો જયકીશનભાઈ અનાવડીયા ઉવ.૨૫ રહે.હાલ મોરબી માર્કેટિંગ યાર્ડમાં મૂળ રહે. સુરેન્દ્રનગર રતનપર મિલની ચાલી વાળાની સ્થળ ઉપરથી અટક કરવામાં આવી હતી, જ્યારે આ વિદેશી દારૂ-બિયરનો જથ્થો થાનગઢ રહેતા ઉદયભાઈ કાઠી પાસેથી લઈ આવ્યાની કબુલાત આપતા, પોલીસે કાર તથા દારૂ-બિયર સહિત ૧,૧૩,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ બન્ને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.