ઉત્તરાયણ પર્વ પહેલા ચાઇનીઝ દોરીનો બેફામ વેપલો શરૂ થયો છે. જેને લઈ ટંકારા પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. અને ટંકારા ટાઉન વિસ્તારમાંથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર, ઉતરાયણના તહેવાર અનુસંધાને પ્રતિબંધીત ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તકુકલ, ચાઇનીઝ લેન્ટનના ઉત્પાદન અને વેચાણ કરતા ઇસમો ઉપર ટંકારા પોલીસ દ્વારા વોચ રાખી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે દરમિયાન આજરોજ ટંકારા પોલીસની ટીમ આજ રોજ ટંકારા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. જે દરમિયાન ટંકારા તીલકનગરમાંથી આરોપી સારીમભાઇ હારૂનભાઇ હીંગરોજા (રહે. ટંકારા મામલતદાર ઓફીસર પાછળ તા.ટંકારા જી.મોરબી)ના કબજામાંથી પ્રતિબંધીત ચાઇનીજ દોરીની ૧૦ ફીરકીનો રૂ. ૧૫૦૦/- નો મુદામાલ મળી આવતા ઇસમે જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબીના જાહેરનામાનો ભંગ કરેલ હોય જેથી મજકુર ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ કરવામાં આવી છે.









