મોરબી જીલ્લામાં દેશી-વિદેશી દારૂનો વેપલો અને હેરાફેરી કરતા બુટલેગરો પર જીલ્લા પોલીસતંત્રએ ધોંસ બોલાવી છે. રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવએ પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા મોરબી જિલ્લા પોલીસને સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી તાલુકા પોલીસની ટીમે નાગડાવાસ ગામની સીમમાં નાગડાવાસથી ગુંગણ જવાના કાચા રસ્તેથી ઇગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરજી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ ડી.વાય.એસ.પી. પી.એ. ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને કામગીરી કરતા દરમિયાન ગઈકાલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમને બાતમી મળેલ કે, એક સફેદ કલરની GJ-13-N-4133 નંબરની સ્વીફટ ડીઝાઇર કારમાં ઇગ્લીશ દારુ ભરી મોરબી તાલુકાના નાગડાવાસથી ગુંગણ તરફ જનાર છે. જે હકીકતના આધારે મોરબી તાલુકા પોલીસની ટીમે બાતમીવાળી જગ્યાએ પ્રોહિબિશન અંગે રેઇડ કરતા ભારતીય બનાવટની મેકડોવેલ્સ નં.૦૧ વ્હીસ્કીની કંપની શીલપેક રૂ.૩૬,૦૦૦/-ની કિંમતની 96 બોટલ તથા ઇગ્લીશ દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ સ્વીફટ ડીઝાઇર કાર મળી કુલ ૩.૧,૩૬,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ભાવેશભાઇ ઉર્ફે મુન્નો પરબતભાઇ ધ્રાગા (રહે. નાગડાવાસ, તા.જી.મોરબી) નામનો ઇસમ મળી આવતા પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.