મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન શોભેશ્વર મંદિર પાસે એક ઈસમ શંકાસ્પદ હાલતમાં થેલીમાં કઈક છુપાવી જતો હોય જેથી તેને રોકી, તેની પાસે રહેલ થેલીની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ ગ્રીન લેબલની ૨ બોટલ કિ.રૂ.૨,૨૦૦/-મળી આવતા તુરંત આરોપી સંજયભાઈ હેમંતભાઈ ખીમાણી ઉવ.૨૮ રહે.શાંતિવન સોસાયટી શોભેશ્વર રોડ મોરબી-૨ વાળાની અટકાયત કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.