મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ટીમ જુના ઘુંટુ રોડ ઉપર પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન કનૈયા પાન નજીક શંકાસ્પદ હાલતમાં થેલી લઈને ઉભેલ ઇસમને રોકી તલાસી લેતા, થેલીમાંથી વિદેશી દારૂ ગ્રીન લેબલ વ્હિસ્કીની ૧૮૦મીલી.ની ૨ નંગ બોટલ મળી આવી હતી. જેથી આરોપી કીર્તિભાઈ જયંતીભાઈ વરાણીયા ઉવ.૨૩ રહે. ત્રાજપર ખારી મોરબી-૨ વાળાની સ્થળ ઉપરથી અટકાયત કરી તેની વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









