Saturday, August 23, 2025
HomeGujaratહળવદના નવા કોઇબા ગામે તૂટી ગયેલા પુલ અંગે જવાબદારો વિરુદ્ધ પગલાં લેવા...

હળવદના નવા કોઇબા ગામે તૂટી ગયેલા પુલ અંગે જવાબદારો વિરુદ્ધ પગલાં લેવા આવેદન પાઠવાયું

હળવદ તાલુકાના નવા કોઇબા ગામે ગત વર્ષે તૂટેલ પુલને લઈ આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું હતું અને નવા કોઇબા ગામે તૂટી ગયેલા પુલ અંગે કોન્ટ્રાક્ટર તથા જવાબદાર સરકારી કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી, પુલના નવા બાંધકામની તાત્કાલિક કામગીરી શરૂ કરવા માંગ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને પાઠવવામાં આવેલ આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, ગ્રામજનોના દુઃખ અને રોષથી ભરેલી ચેતવણીરૂપ રજૂઆત કરવામાં આવે છે કે, હળવદ તાલુકાના નવા કોઇબા ગામે બે વર્ષ પહેલા બનેલો પુલ, માત્ર એક જ વર્ષમાં સૂરો પડતો હતો. પુલના તૂટી ગયાને આજે વર્ષભર વીતી ચૂક્યું છે. અને હાલ ફરીથી ચોમાસું ચાલી રહ્યું છે. આજે એ પુલ તૂટી ગયો છે. આવતીકાલેએ સાથે કોઈનું જીવન તૂટી પડે એ શક્યતા પણ છે. આ પુલ પર બાળકી પોતાની સાળાએ જતા હતા, યુદ્ધો દવાખાને જતાં હતાં, મહિલાઓ રોજિંદો કામકાજ માટે નીકળતી હતી. અને દરેક ઇમર્જન્સી સમયે–બીમારી, દુર્ઘટના કે પ્રસૂતિ જેવી પરિસ્થિતિમાં–આ પુલ જ જીવ બચાવતો માર્ગ હતો. આ પુલ નવા કોઈબા અને જુના કોઇબાને જોડતો પુલ હતો. હળવદ પહોંચવા માટે આ એક જ રસ્તો હતો. આવી સ્થિતિમાં પુલ તૂરી પડવો એ માત્ર બાંધકામની ભૂલ નહિ. પણ જીવલેણ અપરાધ છે. આ પુલ માટે કરોડોનું ભંડોળ ફાળવાયુ હતું, પણ એવું લાગે છે કે તે પૈસાથી પુલ નહિ. લંચના પાયા અને ભ્રષ્ટાચારના થાંભલા ઊભા થયા હતા, જે કોન્ટ્રાક્ટરે આ કામ કર્યું છે. અને જેને તેની દેખરેખમાં જવાબદારી હતી એવા તંત્રના કર્મચારીઓ સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે.

આમ આદમી પાર્ટી દ્વારા વધુમાં માંગ કરવામાં આવી છે કે, કોન્ટ્રાકટર સાથે ગુનહિત ફરિયાદ દાખલ થાય અને કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવે. જેમના દેખરેખ હેઠળ આ પુલનું કામ થયું અને જેમણે એ પુક્ત કરવામાં અનિયમિતતા કરી, એવા તમામ સરકારી કર્મચારીઓની સામે સસ્પેનશન તથા તપાસ શરૂ થાય. નવો પુલ તરત બાંધવાનો હુકમ અપાય અને કામની ગુણવત્તા વિષે ગ્રામજનોથી સીધો સંવાદ રાખવામાં આવે. આ પુલ તૂટી પડવાને કારણે કોઈ જાનહાની થાય તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે, જો હવે પણ તંત્ર આંખ મુકે તો ગ્રામજનોની ધીરજ તૂટશે અને આખું ગામ માર્ગ પર ઉતરી ન્યાય માંગશે, આજે માંગણી છે- કાલે કદાય લાશ ઉઠાવવી પડે સોનાની જેમ શાંત જીવન જીવતા ગ્રામજનોના જીવનમાં તૂટી ગયેલા પુલ જેવી વેદના ન આવે એ માટે હવે તંત્ર જાગે – નહિંતર સમય સહી નહિ કરે. તેવી આમ આદમી પાર્ટી દ્વારા ચીમકી ઉચ્ચારવામા આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!