Wednesday, December 25, 2024
HomeGujaratબાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યારચારના વિરોધમાં ટંકારામાં મામલતદારને આવેદન પાઠવાયુ

બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યારચારના વિરોધમાં ટંકારામાં મામલતદારને આવેદન પાઠવાયુ

ટંકારા તાલુકા સમસ્ત હિન્દુ સમાજના નેજા હેઠળ વિવિધ સંગઠનોએ તાકીદે પગલાં લેવાની માંગ ઉઠાવી

- Advertisement -
- Advertisement -

ટંકારા : ટંકારા તાલુકા સમસ્ત હિન્દુ સમાજના નેજા હેઠળ વિવિધ સંગઠનો દ્વારા બાંગ્લાદેશમાં થઈ રહેલા અત્યાચારો સામે પગલાં લેવાની માંગ સાથે મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

આવેદનમાં જણાવાયુ હતું કે બાંગ્લાદેશના આપણા સનાતન હિન્દુ સમાજના પરિવારો ઉપર કટ્ટરપંથીઓ દ્વારા જે અમાનુષી તથા અમાનવીય અત્યાચારો થઇ રહ્યા છે જેનાથી કંપારી છુટી જાય એમ છે ત્યારે ભારત સરકારના પ્રધાન સેવક પિડિતોના હક્કમાં અને હિતમાં આપ ઉભા રહી વિદેશ નિતી અને સંયુક્ત રાષ્ટ્રને આ અંગે પ્રસ્તાવ મૂકી ત્યાંની સર્વોચ્ચ અદાલતમાં હિન્દુ સમાજ અને પિડીતોને ન્યાય મળે તથા તાત્કાલિક અસરથી ખાના ખરાબી જાન માલની નુકસાની તથા નિર્ભય પણે જીવન વ્યતીત કરી શકે એવી કાર્યવાહી કરે તેવી માંગ છે.

બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ ઉપર તથા અન્ય દેશોમાં હિન્દુ સમાજના નાગરિકો સાથે અત્યાચારો બંધ થાય તથા સમગ્ર હિન્દુ સમાજની જાન માલની સુરક્ષા સુનિશ્ચિત થાય, બાંગ્લાદેશમાં નિવાસ કરતા અલ્પસંખ્યક હિન્દુ સાથે સંપૂર્ણ ભારતીય હિન્દુ સમાજ આ દુઃખની ઘડીમાં સાથે છે અને પીડિત સમાજ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરે છે.

ઉલ્લેખનીય છે કે આ આવેદનમાં રાષ્ટ્ર નવનિર્માણ સંઘ, પટેલ સમાજ એસોસિએશન, હિન્દૂ અસ્મિતા મંચ, આર્ય સમાજ, ટંકારા ક્ષત્રિય રાજપુત સમાજ, ગુર્જર સુતાર તથા લુહાર સુતાર જ્ઞાતિ મંડળ સહિતના સંગઠનના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!