Saturday, July 27, 2024
HomeGujaratહળવદમાં મહિલાને મરવા મજબુર કરનાર સાસરિયાઓ વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ

હળવદમાં મહિલાને મરવા મજબુર કરનાર સાસરિયાઓ વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ

ગત તા.૦૭/૦૬/૨૦૨૩ ના રોજ હળવદની એક પરિણીતાએ પોતાના પિયરમાં જઈ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. જે સમગ્ર મામલે મૃતક પરિણીતાના માતાએ હળવદ પોલીસ સ્ટેશનમાં સાસરીયાઓના ત્રાસથી તેમની દીકરીએ આપઘાત કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે ઉલ્લેખનીય છે કે મહિલાના પાંચ માસ પૂર્વે જ લગ્ન થયા હતા.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદના માલણીયાદ ખાતે રહેતી કાજલબેન કલ્પેશભાઇ સુરેલા નામની પરિણીતાએ ગત તા.૦૭/૦૬/૨૦૨૩ ના રોજ બપોરના સમયે ઝેરી દવા પી મોતને વહાલું કર્યું હતું. જે અંગે મૃતક મહિલાની માતા રાજુબેન જાદવજીભાઇ જીજુંવાડીયાએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમની દિકરી કાજલના લગ્ન તા.૦૯/૧૨/૨૦૨૨ના કરેલ ત્યારથી તેના સાસુ-રમિલાબેન તથા સસરા ત્રિભોવનભાઇ સુરેલા કામ કાજ બાબતે મેણા ટોણા કરી તેણીના પતિ કલ્પેશને કાન ભંભેરણી કરી માનસિક તેમજ શારીરીક ત્રાસ આપી તેમજ તેણીના પતિ કલ્પેશને કોઇથી આડા સંબંધ હોય તેણીને મારકુટ કરી માનસિક તેમજ શારીરીક ત્રાસ આપી ગાળો બોલી મારકુટ કરી તેમની દીકરીને મરવા મજબુર કરતા કાજલે પોતાના પિયરમાં લઈ ઝેરી દવા પી મોતને વહાલું કર્યું હતું. ત્યારે મહિલાની ફરિયાદના આધારે હળવદ પોલીસની ટીમે કલ્પેશભાઇ ત્રિભોવનભાઇ સુરેલા, ત્રિભોવનભાઇ ઠાકરશીભાઇ સુરેલા તથા રમિલાબેન ત્રિભોવનભાઇ સુરેલા (રહે.બધા નવા માલણીયાદ તા.હળવદ જી.મોરબી) વિરુદ્ધ ગુન્હો નોંધી કલ્પેશભાઇ તથા ત્રિભોવનભાઇની અટકાયત કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!