Thursday, December 26, 2024
HomeGujaratમોરબી તાલુકાની સગીરાના ફોટા વાઈરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરતા હોવાની ત્રણ...

મોરબી તાલુકાની સગીરાના ફોટા વાઈરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરતા હોવાની ત્રણ ઈસમો વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાઇ

મોરબી તાલુકા પંથકમાં સગીરાને વાલીપણામાંથી લઇ જઈ ફોટા વાયરલ કરવાની ધમકી આપી એક શખ્સેએ અવારનવાર લઇ જઈ મોટર સાઈકલમાં લઇ જઈ શારીરિક સંબધ બાંધ્યો હોય તેમજ અન્ય બે શખ્સોએ મદદગારી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગત અનુસાર મોરબી તાલુકા પંથકમાં રહેતા પરિવારની સગીરા વયની દીકરી ઉ.૧૫ વર્ષ ૪ મહિન૨૬ દિવસ વાળીને આરોપી રાહુલભાઈ નારણભાઈ ચૌહાણ રહે-હાલ મોરબી ઋષિકેશ વિધાલય પાસે મૂળ-યાજ્પુર જી.ગીરસોમનાથ વાળાએ સગીરાને કાયદેસરના વાલીપણામાંથી લઇ જઈ સગીરાના ફોટા વાઈરલ કરવાની ધાકધમકી આપી તેના રૂમે અવારનવાર લઇ જઈ તેમજ ગત તા.૨૩ ના રોજ રાત્રીના સાડા બારેક વાગ્યે સગીરાને તેના ઘરેથી મોટર સાઈકલમાં લઇ જઈ સગીરા સાથે શરીર સંબધ બાંધી આરોપી રાહુલનો મિત્ર જયદીપ સગર અને આરોપી રાહુલનો મિત્ર રવિ સગરએ ગુનામાં મદદગારી કરી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ સી પી આઈ આઈ.એમ.કોઢિયાએ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!