મોરબીમાં બે ભેજાબાજ ઈસમો દ્વારા ઇકો ગાડી વેચવાના નામે યુવક પાસેથી રોકડા રૂ.૧,૫૦,૦૦૦/- પડાવી લઈ ગાડીના અસલ ડોક્યુમેન્ટ લેવા જવાનુ કહી યુવક પાસેથી વેચાણ કરેલ ઇકો ગાડી લઇ જઇ બારોબર અન્ય શખ્સને વેચી નાખી યુવક સાથે વિશ્વાસઘાત કરતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં કાલીકા પ્લોટ શેરી નં-૪ રામદેવપીરના મંદીર પાસે રવાપર રોડ ખાતે રહેતા મનોજભાઇ રમેશભાઇ જાદવને અનીલભાઇ ડાયાભાઇ જાદવ (રહે-કાલીકા પ્લોટ શેરી નં-૪ રવાપર રોડ મોરબી) તથા મણીલાલ કરશનભાઇ કાલરીયા (હે-જીવાપર(ચકમપર) તા.જી. મોરબી)એ વિશ્વાશમા લઇ મણીલાલ કરશનભાઇ કાલરીયાની માલીકીની જીજે-૩૬-એલ-૬૧૬૮ નંબરની રૂ.૩,૦૦,૦૦૦/-ની કિંમતની મારૂતી સુઝુકી ઇકો ગાડી વેચાણ કરી સોદો નક્કી કરી ફરીયાદીને નોટરી રૂબરૂ વેચાણ કરાર કરી ફરીયાદી પાસેથી રોકડા રૂ.૧,૫૦,૦૦૦/- લઇ બાકીની રકમ એક મહીના પછી આપવાનુ નક્કી કરી ઇકો ગાડી ફરીયાદીને સોંપી ગાડીના અસલ ડોક્યુમેન્ટ લેવા જવાનુ કહી ફરીયાદી પાસેથી વેચાણ કરેલ ઇકો ગાડી લઇ જઇ ઇકો ગાડી તથા ફરીયાદી પાસેથી લીધેલ રોકડા રૂપીયા ૧,૫૦,૦૦૦/- પરત ન આપી વેચાણ કરેલ ઇકો ગાડી અન્ય કોઇને વેચાણ કરી આપી ફરીયાદી સાથે વિશ્વાસધાત છેતરપિંડી કરતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.