રાજકોટના સાધુ વાસવાણી રોડ પર આવેલા આર.એમ.સી ક્વાટરમાં રહેતાં વ્યક્તિને ખંભાળિયાનાં બે ઈસમો દ્વારા ફરિયાદીની પત્ની સાથે સમાધાન કરી લેવા બાબતે ગત તા-૦૨/૧૨/૨૦૨૨ના રોજ ફોન કરીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા બંને વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટના સાધુ વાસ વાણી રોડ પર આવેલા આર.એમ.સી આવાસ યોજનામાં રહેતા અને ડ્રાઈવિંગનું કામ કરતા મનીષભાઇ ગોવીદભાઇ સોલંકીને ખંભાળિયાના નવા નાકા પાસે રહેતા ફેજલ સંધી અને રાકેશ રાઠોડ દ્વારા ફરિયાદીની પત્નિ સાથે સમાધાન કરી લેવા બાબતે ગત તા.૦૨/૧૨/૨૦૨૨ના રાત્રીના પોણા બારેક વાગ્યાની આસપાસ ફરીયાદી મનીષભાઇ ગોવીદભાઇ સોલંકીને ફોન ઉપર ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.