Wednesday, November 20, 2024
HomeGujaratમોરબીમાં પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતીને પ્રેમ સંબંધ રાખવા દબાણ કરી મારી નાખવાની...

મોરબીમાં પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતીને પ્રેમ સંબંધ રાખવા દબાણ કરી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબીમાં યુવતીઓ હવે સુરક્ષિત ન હોય તેવું લાગી રહ્યું છે. રોજ બરોજ રોમયોગીરી કરતા ઈસમો વિરુદ્ધ નોંધાતી ફરિયાદોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે ગઈકાલે આવા જ એક રોમિયો વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં પ્રેમમાં પાગલ એક પ્રેમીએ યુવતીને પ્રેમ સંબંધ રાખવા દબાણ કરી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીમાં  રહેતી એક યુવતી સાથે જયમલભાઇ મહેશભાઇ રાઠોડ (રહે.મોરબી) નામના ઈસમને પ્રેમ સબંધ હોય અને યુવતીએ આરોપીને પ્રેમ સબંધ રાખવાની ના પાડવા છતા આરોપીએ અવાર નવાર ભોગબનનારનો પીછો કરી તેની સાથે સબંધ રાખવાનુ કહી પતાવી દેવાની ધમકી આપી ખોટી રીતના હેરાનગતી કરતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં યુવતીના માતા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!