Wednesday, January 15, 2025
HomeGujaratમોરબીનાં શક્તિ ચેમ્બર ૧ અને ૨ માં થયેલ ચોરી મામલે પોલીસ ફરિયાદ...

મોરબીનાં શક્તિ ચેમ્બર ૧ અને ૨ માં થયેલ ચોરી મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબીમાં ગઈકાલે રાત્રે પોલીસને બદલે તસ્કરો નાઈટ કોમ્બિંગમાં નીકળ્યા હોય તેવા ઘાટ વચ્ચે ગઈકાલે મોરબીના સામાકાઠે આવેલ શક્તિ ચેમ્બર ૧ અને ૨ માં દસ કરતા વધુ દુકાનોમાં ચોરી નો પ્રયાસ થતાં ચકચાર મચી જવા પામી હતી. મોરબી સીટી બી ડિવિઝન પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના આરાધના નગર શેરી નં-૦૨ કેનાલ રોડ ખાતે રહેતા મીલનભાઇ જશમતભાઇ ભીમાણી નામના યુવકની શકિત ચેમ્બર્સ ૦૨ મા દુકાન આવેલી છે. જેમાં ગત તા.૨૬/૦૨/૨૦૨૩ ના રોજ રાત્રીના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમે દુકાનોના શટર ઉચકી દુકાનોમા પ્રવેશી દુકાનમા રાખેલ ટેબલના ખાના માથી રોકડ રૂપીયા-૨૨૦૦/- ની ચોરી કરી હતી. આટલું જ નહિ. ફરિયાદીની સાથે સાથે શકિત ચેમ્બર્સ-૦૧ તથા ૦૨ મા આવેલ 10થી વધુ દુકાનોને પણ આ તસ્કરોએ નિશાને લીધી હતી. અને દુકાનોમાથી પરચુરણ રકમની ચોરી કરી હતી. જો કે, આ વિસ્તારમાં મોટાભાગની ઓફિસ ટ્રેડિંગ વ્યવસાયની હોય જેથી દુકાનોમાં કોઈ વધુ રોકડ રકમ રહેતી ન હોય જેથી વધુ ચોરી થઇ ન હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!