મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા પોલીસમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મચારી જીતેશભાઈ નાનજીભાઈ રાઠોડ પોતાનું મોટરસાઇકલ લઈને વાંકાનેર થી મોરબી તરફ આવી રહ્યા હતા તે દરમિયાન અચાનક કોઈ કારણોસર તેઓનું મોટરસાઇકલ સ્લીપ થતા તેઓ જમીન પર ફસડાઈ પડ્યા હતા જેથી તેઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી ત્યાં હાજર માંથી કોઈએ 108 ને ફોન કરતા તેઓને 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક બનાવ સ્થળે પહોચીને જીતેશભાઈ ને સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ માથામાં ગંભીર ઈજાઓ થઈ હોવાથી સારવાર મળે એ પહેલાં જ તેઓનું મોત નીપજ્યું હતું.જેને પગલે સમગ્ર મોરબી જિલ્લા પોલીસ પરિવારમાં શોક વ્યાપી જવા પામ્યો હતો.