સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી મોરબી દ્વારા જણાવવામાં આવ્યું છે કે તા. ૦૧-૦૪-૨૦૧૯ પહેલા નોંધાયેલા મોટર વાહનમાં HSRP નંબર પ્લેટ ફિટમેન્ટ કરવા અર્થે SIAM નામનું પોર્ટલ ચાલુ કરવામાં આવ્યું છે. જે પોર્ટલ પર www.slim.in વેબ સાઇટ પર લોગિન કરી માંગેલ માહિતી ભરી દર્શિત પ્રોસેસ ફ્લો મુજબ HSRP નંબર પ્લેટનું ફિટમેન્ટ કરાવી શકાશે..
સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી મોરબી દ્વારા જણાવવામાં આવ્યું છે કે તા. ૦૧-૦૪-૨૦૧૯ પહેલા નોંધાયેલા મોટર વાહનમાં HSRP નંબર પ્લેટ ફિટમેન્ટ કરવા અર્થે SIAM નામનું પોર્ટલ ચાલુ કરવામાં આવ્યું છે. જે પોર્ટલ પર www.slim.in વેબ સાઇટ પર લોગિન કરી માંગેલ માહિતી ભરી દર્શિત પ્રોસેસ ફ્લો મુજબ HSRP નંબર પ્લેટનું ફિટમેન્ટ કરાવી શકાશે. તેમજ વધુમાં જ્યારે વાહનના ઉત્પાદક દ્વારા જે તે વાહનનું ઉત્પાદન બંધ કરવામાં આવેલ હોય આવા વાહનો જેમાં HSRPનું ફિટમેન્ટ ક્યાં કરાવવું તે બાબતે મુંજવણ રહેતી હોય તેવા કિસ્સામાં પણ અરજદાર slam ના કોમન પોર્ટલનો ઉપયોગ કરી hsrp ફિટમેન્ટની કાર્યવાહી પૂર્ણ કરી શકે છે. જેની જાહેર જનતાએ નોંધ લેવા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી મોરબી દ્વારા જણાવવામાં આવ્યું છે.