Sunday, January 12, 2025
HomeGujaratમોરબી જિલ્લા કલેકટરના અઘ્યક્ષસ્થાને કોરોનાની સંભવિત પરિસ્થિતી માટેની પૂર્વ તૈયારીની સમીક્ષા બેઠક...

મોરબી જિલ્લા કલેકટરના અઘ્યક્ષસ્થાને કોરોનાની સંભવિત પરિસ્થિતી માટેની પૂર્વ તૈયારીની સમીક્ષા બેઠક યોજાઈ

મોરબી જિલ્લા આરોગ્ય તંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર કોરોનાની સંભવિત કોઈ પરિસ્થિતી સામે લડવા સંપૂર્ણ સજ્જ- કલેકટર જી. ટી.પંડ્યા

- Advertisement -
- Advertisement -

સંભવિત કોરોનાની પરિસ્થિતી અન્વયે મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે કરવામાં આવેલી તમામ તૈયારીઓની સમીક્ષા કરવા માટે કલેકટર જી.ટી. પંડ્યાએ કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક કરી હતી.

આ બેઠકમાં કલેકટર જી.ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે, મોરબીમાં હાલ કોરોનો કોઈ પણ કેસ નથી. પણ કોરોના સામે આપણી તૈયારીઓ સક્ષમ હોવી જોઈએ. વધુમાં તેમણે બેડ, ઑક્સિજન પ્લાન્ટ, ઑક્સિજન સિલીન્ડર, દવાઓ વગેરે જેવી તમામ વ્યવસ્થાઓની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, મોરબી જિલ્લા આરોગ્ય તંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર સંભવિત કોરોનાની પરિસ્થિતી સામે લડવા સંપૂર્ણ સજ્જ છે. વધુમાં તેમણે તમામ મોરબી વાસીઓને પૂરતી કાળજી અને તકેદારી રાખવા અને શંકાસ્પદ લક્ષણો જણાય તો તુરંત ચેકઅપ કરાવવા અપીલ કરી હતી.

કોરોનાની સંભવિત ચોથી લહેર સામે કરેલી તૈયારીઓની માહિતી આપતા મોરબીના એપિડેમિક મેડિકલ ઓફિસર ડી.વી. બાવરવાએ જણાવ્યું હતું કે, હાલ મોરબી જિલ્લામાં ૧૩૦૦ જેટલા ઑક્સિજન બેડ સાથે કુલ ૧૭૫૦ બેડ ઉપલબ્ધ છે જે જરૂર પડ્યે કાર્યાન્વિત કરી શકાય તેમ છે.

આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, મોરબી મેડિકલ કોલેજના ડીન ડૉ.નિરજ બિશ્વાસ, આર.એમ.ઓ. ડૉ.કે.આર. સરડવા તેમજ આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!