મોરબી શહેરની એ ગ્રેડ ની કહેવાથી નગરપાલિકામાં વહીવટ ના નામે મીંડુ છે.મોરબી શહેર આર્થિક રીતે સઘર શહેર છે તેના કારણે મોરબી શહેરમાં ઠેર ઠેર પોતાના ધંધાની જાહેરાતના હોર્ડિંગ લગાવવામાં આવેછે.પરંતુ આ હોડિંગ મોરબી નગરપાલિકાની જગ્યા ઉપર લગાવવામાં આવેલ છે ત્યારે સુ આ બોર્ડ નુ ભાડું મોરબી નગરપાલિકા ને મળે છે ખરા?? પાલિકાને આવક નામે ઝીરો છે કારણકે જ્યાં જ્યાં હોર્ડિંગ લગાવવામાં આવેલ છે તે ભાજપના કાર્યકરો દ્વારા ધંધો કરવામાં આવી રહ્યો છે તેવી ચર્ચા પ્રજા માં ચાલે છે.
જો આ ચર્ચા સાચી હોય તો પાલિકા આવા ગેરકાયદેસર લાગેલા હોડિંગ સા માટે લાગેલા રાખે છે અને આવા ગેર કાયદેસર જગ્યા વાપરતા કોન્ટ્રાકટર સામે પગલાં ભરવા માં આવતા નથી કે હપ્તા રાજ ચાલે છે* ??જો નગરપાલિકા એ મોરબી શહેર માં હોડીંગ લગાવવા ની મજૂરી આપેલ હોયતો તેમને કેટલા રૂપિયા માં આ જગ્યા ઓ ભાડે આપી અને કોને આપી તે જાહેર કરવું જોઈએ.મોરબી શહેર માં આડેઘડ હોડિંગ લાવવા ના કારણે લોકો ને પણ પરેશાની સહન કરવી પડે છે ત્યારે મોરબી નગરપાલિકા ના વહીવટદાર અને ચીફ ઓફિસર દ્વારા આ તપાસ કરી ગેર કાયદેસર લાગેલા હોડિગ દૂર કરવા માં આવે અને લાગેલા જાહેરાત ના બોર્ડ ના ભાડા ની રકમ વસૂલ કરવી જોઇએ તેવી મોરબી જિલ્લા કોંગ્રેસ ના મહામંત્રી મહેશ રાજ્યગુરુ દ્વારા માંગ કરવામાં આવી છે.