મોરબી જિલ્લાના દીપ્તિ રાકેશ પરમાર અને તુષાર પ્રાણજીવન પૈજા દ્વારા કલેક્ટરને પત્ર લખી સરકાર જાહેર કરેલ સરકારી માધ્યમિક અનુદાનીત માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી અંતર્ગત સાક્ષરી સાથે સંગીત વિષયના શિક્ષકોની ભરતી કરવામાં આવે તે બાબતે રજૂઆત કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, ગુજરાત સરકારના મંત્રી અને પ્રવક્તા પ્રફુલ પાનસેરીયાએ તા. 12 જુલાઈ 2024 ના રોજ સોશિયલ મીડિયા તેમજ વર્તમાનપત્રોમાં 7500 સરકારી માધ્યમિક અનુદાનીત માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી ની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જે ભરતીને ધ્યાનમાં રાખીને સાક્ષરી વિશ્વ સાથે ચિત્ર, કોમ્પ્યુટર, સંગીત અને વ્યાયામના વિષયોનો સમાવેશ કરવામાં આવશે. વર્તમાન પત્ર તા. 10-10-2024 ના રોજ ભરતીની જગ્યાઓમાં સરકારી માધ્યમિક તેમજ અનુદાનિત માધ્યમિક શાળાઓમાં કુલ મળીને 3,500 જગ્યા ની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આજ દિન સુધી સંગીત વિશેની એક પણ જગ્યા આપવામાં આવી નથી. તેમજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત ભારત સરકારે કલાના વિષયો સર્વાંગી વિકાસ વિદ્યાર્થીઓમાં પ્રવર્તે તે હેતુ સાથે ચિત્ર સંગીતનો ઉલ્લેખ સાથે સમાવેશ કરવામાં આવ્યો છે. અને ગુજરાત સરકાર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વર્ષ 2012, 2019 અને 2023 ના વર્ષ દરમ્યાન પરીક્ષા લેવામાં આવી હતી જેમાં ઉમેદવારો ઉત્સાહપૂર્વક પાસ થયા છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા 2023 માં દ્વિસ્તરીય પરીક્ષા લેવાઈ હતી તેમાં પણ ઉમેદવારો મહા મહેનતે ઉત્તીર્ણ થયા છે. જે બાબતે ને ધ્યાનમાં રાખીને સરકારી અને અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી અંતર્ગત સાક્ષરી વિષયો સાથે સંગીત વિષયના શિક્ષકોની ભરતી કરવા અંગે જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે..