મોરબી પોલીસ દ્વારા અગાઉ જાહેરનામુ બહાર પાડીને રોડ પર વાહન પાર્ક કરવા માટે એકી બેકી ના નિયમ અમલમાં મુકવામાં આવ્યો છે જેમાં કઇ તારીખે કઈ સાઈડ વાહન પાર્ક કરવું તે માટે નિયમો બનાવ્યાં છે.
જે નિયમોનો મોટાભાગના વેપારીઓ પાલન કરે છે અને તેમના વેપાર ધંધા પર અસર પડતી હોવા છતાં વેપારીઓ આ નિયમ જાહેર હિત માટે હોવાથી પાલન કરી રહ્યા છે અને પોતાના ગ્રાહકોને વાહન વ્યવસ્થિત પાર્ક કરવા બોર્ડ મારે છે અથવા સલાહ કરે છે ત્યારે મોરબીના સરદારબાગ થી ગાંધીચોક તરફ જતા માર્ગ પર આવેલ એચડીએફસી બેન્ક દ્વારા એકી બેકી નિયમોની એક બે ને ત્રણ કરી નાખતા હોય તેવા દ્રશ્યો રોજ બરોજ સર્જાય છે અને બેંકમાં પૈસા કાઢવા કે જમા કરાવવા તેમજ અન્ય કામો માટે લાઇન સર ઉભા રહેવા અને બેન્ક પૂરતું શિસ્ત જાળવતી એચડીએફસી બેન્કના ગ્રાહકો અને કર્મચારીઓ ના વાહન રોડની બન્ને બાજુ રાખી દેવામાં આવે છે છતાં બેંકના સત્તાવાળાઓ દ્વારા પોતાના ગ્રાહકોને અને કર્મચારીઓને વ્યવસ્થિત પાર્કિંગ કરાવવાની તસ્દી સુધ્ધા લેતા નથી. એસી ઓફીસમાંથી બહાર નીકળીને તેમના ગ્રાહકો અને કર્મચારીઓના આડેધડ પાર્ક કરેલા વાહનોના હિસાબે થતા ટ્રાફિક જામમાં ફસાયેલ તડકે સેકાતા વાહનચાલકોની તકલીફ સેન્ટ્રલ એસી બેંકમાં બેઠેલા કર્મચારીઓ ને નહિ દેખાતી હોય અને આ ટ્રાફિક જામ ક્લિયર કરાવવા પોલીસને રોજ ભેજામારી કરવી પડે છે છતાં પણ બેન્ક ના સત્તાવાળાઓ આંખો ખુલતી નથી જેથી પોલીસે હવે બેન્ક ની આજુ બાજુમાં આડેધડ વાહન પાર્ક કરતા લોકો સામે કડક વલણ દાખવવું જરૂરી બની ગયું છે.