શ્રી અરવિંદ મણિઆર જન કલ્યાણ ટ્રસ્ટ દ્વારા રાજકોટ અરવિંદભાઈ મણિયારના જન્મદિવસ નિમિત્તે હાસ્ય સાહિત્ય અને લોકસંગીતનો જાજરમાન જલસો સંબોધો નો સરવાળો લોકભાગ્ય ગીતોનો એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમની પ્રસ્તુતિ સાઈરામ દવે અને કલાવૃંદ દ્વારા કરવામાં આવશે. જે કાર્યક્રમ રાજકોટના ટાગોર રોડ હેમુગઢવી હોલ ખાતે તા. 25/09/2024 ને બુધવારના રોજ રાત્રે 09:00 વાગ્યે યોજવામાં આવશે.
વિકસિત રાજકોટના સ્વપ્ન દ્રષ્ટા શ્રી અરવિંદભાઈ મણિયારના જન્મદિવસ નિમિત્તે ટ્રસ્ટ દ્વારા હાસ્ય સાહિત્ય એન્ડ લોકસંગીતનો ઝાંઝરમાં જલસો સંબંધોનો સરવાળો લોકભાગ્ય ગીતોનું એક અનોખો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે કાર્યક્રમમાં પ્રસ્તુતિ સાઈરામ દવે તથા કલાવૃંદ દ્વારા કરવામાં આવશે. જે કાર્યક્રમમાં ઉદધાટન તરીકે પ્રવાસન અને સંસ્કૃતિના મંત્રી મુળુભાઇ બેરા, મુખ્ય મહેમાન તરીકે સાંસદ પરષોત્તમભાઈ રૂપાલા અને અતિથિ વિશેષ તરીકે રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર ઉપસ્થિત રહેશે. જે કાર્યક્રમમાં પરષોત્તમભાઈ રામાણી, કમલેશભાઈ જોશીપુરા અને મહેન્દ્રભાઈ શેઠ (બાબુલાલ શેઠ)નું સન્માન કરવામાં આવશે. જે કાર્યક્રમ રાજકોટના ટાગોર રોડ પર આવેલ હેમુગઢવી હોલ ખાતે તા. 25/09/2024 ને બુધવારના રોજ રાત્રે 09:00 વાગ્યે યોજવામાં આવશે. તેમ મેનેજિંગ ટ્રસ્ટી વલ્લભભાઈ કથીરીયા, ટ્રસ્ટી હંસિકાબેન મણીઆર, પ્રોજેક્ટ ઇન્ચાર્જ નિલેશભાઈ શાહ અને કમલેશભાઈ મહેત્તા દ્વારા જણાવવામાં આવ્યું છે.