Sunday, September 8, 2024
HomeGujaratતપોવન વિદ્યાસંકુલ - જેતપર ખાતે બાળકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વિકસે તે હેતુથી કાર્યક્રમ...

તપોવન વિદ્યાસંકુલ – જેતપર ખાતે બાળકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વિકસે તે હેતુથી કાર્યક્રમ યોજાયો

દેશની આઝાદીને 75 વર્ષ પુરા થઈ રહ્યા છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 13 થી 15 ઓગસ્ટ સુધી હરઘર તિરંગા અભિયાનની જાહેરાત કરેલ છે.જે અભિયાન અંતર્ગત જેતપરની તપોવન વિદ્યાસંકુલનાં ધો- 1થી 5 ના ભૂલકાઓ દ્વારા હર ઘર તિરંગા અભિયાનમાં લોકોને જોડાવવા, દરેક લોકો સુધી રાષ્ટ્રભાવના નો સંદેશ પહોંચાડવા તથા રાષ્ટ્ર પ્રેમને ઉજાગર કરવા તેમજ દરેક લોકો માં દેશપ્રેમ જગાડવા માટેની રાષ્ટ્રીય પ્રવુતિ કરી હતી.

- Advertisement -
- Advertisement -

આ રાષ્ટ્રીય પ્રવૃત્તિ માં બાળકોને ભારત ની આઝાદી દરમિયાન બનેલ દરેક ઐતિહાસિક તેમજ સાંસ્કૃતિક ઘટનાઓ અને આઝાદી માં અમૂલ્ય ફાળો આપનાર મહાન લડવૈયાઓનો પરિચય પણ કરાવવામાં આવ્યો હતો.જેથી ભારત નું યુવાધન આપણા દેશ ના અમૂલ્ય વારસા થી પરિચિત થાય તેમજ આઝાદી નું મૂલ્ય સમજી શકે અને આઝાદી નું જતન કરવાનો ગુણ કેળવાય.તપોવન વિદ્યાસંકુલ ના દરેક વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ ખુબ જ ઉત્સાહપૂર્વક કાર્ય કરીને રાષ્ટ્રભક્તિ નું ઉત્તમ ઉદાહરણ રજુ કર્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!