Sunday, November 17, 2024
HomeNewsમોરબી દશનામ ગોસ્વામી સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો

મોરબી દશનામ ગોસ્વામી સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો

મોરબી દશનામ ગોસ્વામી સમાજનો 27 મો તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં કે જીથી કોલેજ સુધીના 170 વિધાર્થીઓને શિલ્ડ અને શૈક્ષણીક કીટો આપી સન્માન કરવામાં આવ્યા હતા. તેમજ વિધાર્થીઓ, વ્યક્તિ વિશેષ અને સરકારી કર્મચારી સહિત 200 લોકોના સન્માન કરવામાં આવ્યા હતા…

- Advertisement -
- Advertisement -

મોરબી દશનામ ગોસ્વામી સમાજનો 27 મો તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ સમાજની વાડી ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં કે જી લઇને કોલેજ સુધીના 170 વિદ્યાથીઓને શિલ્ડ અને શૈક્ષણિક કિટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ ગોસ્વામી સમાજના વિશિષ્ટ સેવા કરનાર રમત ગમત ખેલ મહાકુંભ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર વિધાર્થીઓ, શ્રેષ્ઠ શિક્ષકો, પારિતોષિક વિજેતાઓ સરકારી કર્મચારીઓ, ડોકટરો અને વિધાર્થીઓ સહિત 200 લોકોના સન્માન કરવામાં આવ્યાં હતાં. સમારોહમાં મહંત ભાવેશ્વરીબેને જણાવ્યું હતું કે તમારા બાળકોને વધુને વધુ ભણાવો, બાળકોને મોબાઈલની ટેવ બંધ કરાવી દો, યુવાનો વ્યસન છોડોને સમાજમાં એકતા જાળવી સંગઠીત બની સમાજની પ્રગતિ કરવા આગળ આવે તેવી શીખ આપી હતી.

આ સમારોહમાં મોરબી તાલુકામાં બેસ્ટ શિક્ષક એવોર્ડ વિજેતામાં વાંકાનેરના જિતેન્દ્રગીરી શિવગીરી ગોસ્વામી, માથકના મનદીપગીરી જયદીપગીરી તેમજ મોરબી પત્રકાર એસોસિએશનના પ્રમુખ સુરેશભાઈ ગોસ્વામી, પત્રકાર અલ્પેશ ગોસ્વામી તેમજ આ સન્માન સમારોહમાં સહયોગ આપનાર દાતા બિલ્ડર પરેશભાઈ પટેલ, ચંદ્રકાન્ત બેચરભાઈ દઢાણીયા, નરોતમગીરી શનાળા સહિત દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સન્માનિત શિક્ષક વાંકાનેરના જીતેન્દ્રગીરીએ જણાવ્યું હતું કે તમારી દીકરીને કરીયાવરમાં રૂપિયા કે દાગીના કરતા તેને નાનપણથી જ ખૂબ ભણાવી ગ્રેજ્યુએટ કરી સારા શિક્ષણની ભેટ આપો જેથી તે તેના પરિવારને બાળકોને મદદરૂપ બની શકશે. બાળકોને મોબાઈલની ટેવ દૂર રાખો તેમજ મોબાઈલની ટેવ બંધ કરી સારા ધાર્મિક પુસ્તકોનું વાંચન કરાવો, સમયનું પાલન કરો તેમજ આજના ડીઝીટલ યુગમાં સમયની સાથે ચાલવું જરૂરી છે તેમ જણાવ્યું હતી. આ સમારોહને સફળ બનાવવા સમાજના પ્રમુખ ગુલાબગીરી ઘેલુગીરી, કારોબારી સભ્યો એડવોકેટ નોટરી કમલેશભાઈ ગોસ્વામીએ જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કૈલાશગીરી ગોસાઈ (પીજીવીસીએલ)એ સફળતા પૂર્વક કર્યું હતું…

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!