Monday, November 25, 2024
HomeGujaratમોરબીમાં સ્માર્ટ ફોન યોજનાના લાભાર્થી ખેડૂતોને સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો

મોરબીમાં સ્માર્ટ ફોન યોજનાના લાભાર્થી ખેડૂતોને સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો

ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત અને સહકાર વિભાગ દ્વારા આયોજિત સ્માર્ટ ફોન યોજનાના લાભાર્થી ખેડૂતોને સહાય વિતરણનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરી જે.બી. પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.

- Advertisement -
- Advertisement -

આ વેળાએ બુધવારે સવારે મોરબી કલેકટર કચેરી ખાતે ઉપસ્થિત મહાનુભાવો તથા ખેડૂત મિત્રોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેબીનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમનું જીવંત પ્રસારણનું નિહાળ્યું હતું.

મુખ્યમંત્રીએ ગુજરાતભરના ધરતીપુત્રોને પ્રેરણા આપતાં જણાવ્યું કે, વડાપ્રધાનએ ડિઝીટલ ક્રાંતિનો જે સંકલ્પ આપણને આપ્યો છે. તેમાં ગુજરાતનો ખેડૂત કયાંય પાછો ન પડે અને ર૧મી સદીમાં આ ડિઝીટલ ક્રાંતિની સદીમાં સ્માર્ટ ફોનના વ્યાપક ઉપયોગથી કિસાન પણ સ્માર્ટ-સજ્જ બને તેવી આપણી નેમ છે. રાજ્યના કૃષિ વિભાગે શરૂ કરેલા આઇ-ખેડૂત પોર્ટલ પર એક જ વર્ષમાં ઓનલાઇન એપ્લીકેશનની સંખ્યા ર૭ લાખ ૩૦ હજારે પહોચી છે તે જ ધરતીપુત્રોની જાગૃતિનું પ્રમાણ છે.

મોરબી તાલુકાના જીવાપરના વતની જયસુખભાઇ નારાયણભાઇ પરમારને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગાંધીનગર ખાતે મોબાઈલ ખરીદીની સહાય ચુકવવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે, મોરબી જિલ્લામાંથી હાલે ૧૬૬ અરજીઓ મંજૂર કરવામાં આવી છે. આ તકે જિલ્લા અધિક નિવાસી કલેકટર એન.કે. મુછાર, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી વી.કે. ચૌહાણ, વિસ્તરણ અધિકારઓ જુવાનસિંહ રાઠવા, અતુલભાઇ ચાવડા, મિલનભાઇ ઉકાવાળા, અશોકભાઇ હડિયલ, હસમુખભાઇ ઝીંઝુવાડીયા, અનીલભાઇ કોરડીયા સહિતના ખેતીવાડી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ લાભાર્થી ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!