હિન્દુ ધર્મમાં પવિત્ર ગણાતો શ્રાવણ મહિનો આવી રહ્યો હોય મોરબી શહેરમાં આવેલા ગેરકાનૂની કતલખાના અને જાહેર રસ્તાઓ પર માસ-નોનવેજની લારીઓ, ધાર્મિક મંદિરની આસપાસ હોય તેને બંધ કરાવવા હિન્દુ યુવા વાહિની તથા અખિલ વિશ્વ ગૌ સંવધઁન પરિષદ દિલ્હી દ્વારા મોરબી જિલ્લા કલેકટરને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી શહેર જિલ્લાની ગ્રામ્ય તેમજ ગુજરાત રાજ્યમાં ભારત ભરમાં ગેરકાયદેસર ચાલતા કતલખાના કાયમી ધોરણે બંધ કરાવવા મોરબી જિલ્લા શહેરની સંસ્થા હિન્દુ યુવા વાહિની તથા અખિલ વિશ્વ ગૌ સંવધઁન પરિષદ દિલ્હી દ્વારા મોરબી જિલ્લા કલેકટર મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદન પાઠવીને ઉગ્ર રજૂવાત કરવામાં આવી હતી. જેમાં આજે રોજ મોરબી જિલ્લા અને શહેરની આજુબાજુમા ગેર કાયદેસર ચાલતા કતલખાના તેમજ નોનવેજની લારીઓ જાહેરમાં ખુલ્લેઆમ ધાર્મિક મંદિરોની આજુબાજુમાં હોય તેને તેમજ ગુજરાત ભરમા ચાલતા કતલખાના બંધ કરાવવા માટે મોરબીની વિવિધ સંસ્થાઓ દ્વારા આવેદનપત્ર આપવામા આવ્યા છે.