મહા શિવરાત્રી એ જીવનું શિવ સાથે મિલનનો દિવસ અને સમગ્ર વિશ્વમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ તહેવાર થોડા દિવસોમાં આવી રહ્યો છે. જેને લઈ મોરબીના જાહેર માર્ગોપર વેચાતા માંસાહાર પર પ્રતિબંધ મૂકવા તથા કતલખાના બંધ કરવા મોરબી જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, આગામી 18/02/2023 ના રોજથી હિંદુ ધર્મનો પવિત્ર તહેવાર મહા શિવરાત્રી આવિ રહ્યો છે. આ પવિત્ર દિવસે હિન્દુ સમાજના દરેક લોકોએ ભગવાન શિવની પૂજા-પાઠ અને આરાધના કરતા હોય છે તો આ પવિત્ર દિવસ હિન્દુ સમાજની આસ્થા સાથે જોડાયેલ છે તો આ દરમ્યાન મોરબી જિલ્લાના જાહેર સ્થળો ઉપર જે જગ્યાએ માંસાહાર કે ઈંડાનો વેચાણ અથવા કતલખાના ચાલુ હોય તેના પર પ્રતિબંધ લગાવવામાં આવે અનેએ જાહેરનામાની કડક અમલીકરન કરાવવા માંગ કરવાં આવી છે. તેમજ આ અંગેનું જાહેરનામું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલ છે. તો મોરબી જિલ્લામાં પણએ બાબતનું જાહેરનામું બહાર પાડવા પત્રમાં માંગ કરવામાં આવી છે.