મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા
સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓના લાભાર્થે ટ્રેઈન-સેવા શરૂ કરવા રજુઆત
મોરબી જીલ્લા સહિત સૌરાષ્ટ્રવાસીઓ ચારધામ જેવી યાત્રાનો લાભ લઇ શકે તે માટે મોરબીથી ઉત્તરાંચલ સુધીની એક્સપ્રેસ ટ્રેઈન સેવા શરૂ કરવા મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને લેખિત રજુઆત કરવામાં આવી છે.
મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખે લેખિત રજુઆત કરી જણાવ્યું છે કે ગુજરાતનો મોરબી જીલ્લો સમગ્ર દેશમાં પ્રખ્યાત છે અને મોરબી જીલ્લાની ટાઈલ્સ વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવામાં આવે છે. ત્યારે મોરબી જીલ્લાની મોટાભાગની વસ્તી ગરીબ અને મધ્યમ વર્ગની છે. મોરબી જીલ્લાની આટલી મોટી ઓળખ હોવા છતાં આજદિન સુધી મોરબીને કોઈ પણ લાંબા અંતરની ટ્રેઈનની સુવિધા મળી નથી આર્થિક સંજોગોમાં ગરીબ પરિવાર માટે ચારધામની યાત્રા માત્ર એક સ્વપ્ન બનીને રહી જાય છે. જો કે મોરબીથી ઉત્તરાંચલ સુધી અઠવાડિયામાં ત્રણ દિવસ ટ્રેઈનની સુવિધા ઉપલબ્ધ થાય તો સમગ્ર સૌરાષ્ટ્રના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ચારધામની જાત્રાનો લાભ મળી શકે તેમ છે.
વધુમાં મોરબી જીલ્લામાં સમગ્ર સૌરાષ્ટ્રના લાભાર્થે મોરબીથી ઉત્તરાંચલ એક્સપ્રેસ ટ્રેઈનની સેવા શરૂ કરવા માટે આપના સ્તરેથી યોગ્ય પગલાં લેવા વિનંતી સાથે રજુઆત કરવામાં આવી છે.