મોરબી એલસીબી ટીમને બાતમી મળી કે ચીખલીગામ થી ખાખરેચી ગામ તરફ જવાના રસ્તે બેઠડુ સીમ તરીકે ઓળખાતી ઘોડાદ્રી નદીના કાંઠે બાવળની ઝાડમાં ચીખલી ગામના સુલેમાન પારેડી એ દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ઠંડો આથો અને દેશી દારૂ છુપાવેલ હોય, જેથી તુરંત એલસીબી પોલીસે ઉપરોક્ત સ્થળે રેઇડ કરતા, બાવળની ઝાડીમાંથી ૮૦૦ લીટર ઠંડો આથો તથા ૧૭૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૫૪,૦૦૦/-નો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે આરોપી સુલેમાન અયુબભાઈ પારેડી દરોડા દરમિયાન હાજર નહીં મળી આવતા, એલસીબી પોલીસે તેની વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.