રાજકોટ રેન્જ આઇ.જી. અશોક કુમાર યાદવે પ્રોહિબિશન/જુગાર અંગેની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા પ્રોહિબિશન/જુગારની ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા મોરબી તાલુકાના લાલપર ગામની સીમ, શૈલેષ કાંટા પાસેથી દેશીદારૂનો મસમોટો જથ્થો ભરેલ હ્યુન્ડાઇ આઇ-૨૦ કાર પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનાં સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હોય ત્યારે મળેલ બાતમી હકીકતનાં આધારે મોરબી તાલુકાના લાલપર ગામની સીમ, શૈલેષ કાંટા પાસેથી ૫૦૦ લીટર દેશી દારૂ ભરેલી હ્યુન્ડાઇ આઇ-૨૦ કાર સહીત રૂ.૨,૧૦,૦૦૦/- મુદામાલ સાથે સલીમભાઇ બાબુભાઇ વિકીયાણી (રહે. સરાયા, તા.ટંકારા, જી.મોરબી)ને પકડી પાડી પ્રોહીબિશન ધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની તપાસ પી.એસ.આઈ. વી.જી.જેઠવા નાઓ ચલાવી રહેલ છે. તેમજ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, મુસ્કાનબેન અબ્બાસભાઇ કટીયા (રહે. મોરબી)એ માલ મંગાવ્યો હતો. જેને લઇ પોલીસે તેના વિરુદ્ધ પણ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.