રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જીલ્લા એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા પ્રોહી-જુગારની અસામાજિક પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સખત સુચના આપવામાં આવેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન હળવદ પોલીસ દ્વારા હળવદ તાલુકાના માથક ગામે સુંદરીભવાની જવાના રોડ ઉપરથી એક બોલેરો પીકઅપ ગાડીના ચાલક તથા અન્ય સહ આરોપીને દેશીદારુ ૧૨૦૦ લીટર સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસની ટીમ હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન તેઓને મળેલ બાતમી હકીકતનાં આધારે, હળવદ તાલુકાના માથક ગામે સુંદરીભવાની જવાના રોડ ઉપર જાહેરમાં એક બોલેરો પીકઅપ ગાડીમાં ૧,૨૦૦ લીટર દેશીદારૂ તથા કુલ રૂ.૭,૪૦,૦૦૦/-નાં મુદામાલ સાથે મયુરસિંહ અખુભા ઝાલા (રહે. રામપરા તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર) તથા સંજયભાઇ હસમુખભાઇ દેકાવડીયા (રહે. ભવાનીગઢ(જોકડા) તા.મુળી જી.સુરેન્દ્રનગર)ને પકડી પાડી બંને આરોપીઓ તથા તેમની પૂછપરછ દરમિયાન સામે આવેલ ફરાર આરોપીઓ ઘનશ્યામભાઇ શંકરભાઇ કોળી (રહે. કાતરોળી (કુંતલપુર)ગામ, તા.મુળી જી.સુરેન્દ્રનગર), હસમુખભાઇ મધુભાઇ દેકાવાડીયા (રહે. ભવાનીગઢ (જોકડા) તા.મુળી જી.સુરન્દ્રનગર), વાલજીભાઇ ઉર્ફે વાલો સામજીભાઇ કોળી (રહે. ઇન્દીરાનગર મોરબી) તથા અજયભાઇ ઉર્ફે ભુરો સામજીભાઇ કોળી (રહે.ત્રાજપર, જાપાપાસે, મોરબી) વિરુધ્ધમાં પ્રોહીબીશન એકટ મુજબ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરી હળવદ પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેકટર આર.ટી.વ્યાસ તથા એ.એસ.આઇ. અજીતસિંહ નટુભા સિસોદીયા, હેડ કોન્સ્ટેબલ દિનેશભાઇ હનાભાઇ બાવળીયા, વિપુલભાઇ સુરેશભાઇ ભદ્રાડીયા તથા કોન્સ્ટેબલ હરવિજયસિંહ કિરીટસિંહ ઝાલા, રણજીતસિંહ અરજણભાઇ રાઠોડ તથા મનોજભાઈ ગોપાલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.