રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ કરવા સૂચના આપવામાં આવી હતી. જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી ક્રાઇમ બ્રાંચ દ્વારા વાંકાનેર શહેરમાં આવેલ જકાતનાકા, રેલ્વેના બ્રિજ પાસે હાઇવે રોડ ઉપર ક્રેટા કારમાંથી દેશીદારૂનો જંગી જથ્થો પકડી પાડ્યો છે. જો કે, આરોપી કાર મૂકી ફરાર થઇ જતા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી.ને ખાનગીરાહે હકિકત મળેલ કે, GJ-10-CG-4630 નંબરની સફેદ કલરની ક્રેટા ગાડીમાં દેશીદારૂનો મોટો જથ્થો લઈ બાઉન્ટ્રી તરફથી વાંકાનેર સીટી તરફ આવી રહ્યું છે. જે બાતમીના આધારે પોલિસે વાંકાનેર શહેરમાં જકાતનાકા પાસે વોચ ગોઠવાતા બાતમી વાળી વાળી નીકળતા ગાડીને રોકવાનો ઇશારો કરતા તેના ચાલકે આમ તેમ ગાડી અથડાવી થોડે દુર ગાડી ઉભી રાખી ડ્રાઇવર શીટ ઉપરથી ઉતરીને દુરથી નાશી છૂટ્યો હતો. જો કે, આરોપીની સફેદ ક્રેટા ગાડીમાંથી પ્લાસ્ટીકના બાચકાઓમાં ભરેલ કેફી પ્રવાહિ દેશીદારૂના બુંગીયા આશરે-૫-૫ લીટરની ક્ષમતા વાળા ૧૩૫ બુંગીયા જે રૂ.૧,૩૫,૦૦૦/-ની કિંમતના ૬૭૫ લીટર દેશીદારૂનો વેચાણ કરવાના ઈરાદે રાખી વાહનમાં હેરાફેરી કરી તથા કારમાંથી એક મોબાઇલ ફોન રૂ.૫૦૦૦/- મળી કુલ રૂ.૬,૪૦,૦૦૦/- ના મુદામાલ સાથે આરોપી સ્થળ ઉપર ગાડી મુકી નાશી જતા ક્રેટા કાર ચાલક તથા તપાસમાં ખુલ્લે તેના વિરૂધ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારાતળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે