મોરબીમાં દેશી દારૂના વિક્રેતાઓ પર મોરબી જિલ્લા પોલીસે બાઝ નજર રાખી તેમનાં પર એક બાદ એક એમ બે રેઈડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મોરબી જિલ્લા પોલીસે બે સ્થળોએ રેઈડ કરી દેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. અને એક ઈસમની અટકાયત કરી છે. જયારે બે ફરાર થતા તેમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ દરોડામાં, વાંકાનેર સીટી પોલીસની ટીમ દ્વારા વાંકાનેર નર્સરી ચોકડી પાસે સર્વિસરોડના ડીવાઈડર ઉપર રોડ ઉપરથી ગેરકાયદેસર વેચાણ કરવાના ઈરાદે રૂ.૩૦૦૦/-ની કિંમતનાં ૧૫૦ લીટર દેશી દારૂ ભરેલ છકડો રીક્ષા પકડી પાડવામાં આવી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, છકડો ચાલક આરોપી રીક્ષા પુરઝડપે અને બેફીકરાયથી મનુષ્યની જીંદગી જોખમાઈ તે રીતે ચલાવી નિકળતા દેશીદારૂ ભરેલ છકડો રીક્ષા પલ્ટી ખાઈ જતા છકડો રીક્ષા સ્થળ ઉપર મુકી ઈસમ નાશી જતા કુલ રૂ.૩૩૦૦૦/- નો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા દરોડામાં, રૂ.૭૦,૦૦૦/-ની કિંમતની બજાજ કંપનીની સી.એન.જી. રિક્ષામાં પ્લાસ્ટિકના ૦૬ બાચકામાં આશરે ૦૫ લીટર ક્ષમતાવાળી પ્લાસ્ટિકની પારદર્શક ૨૮ કોથળીમાં દેશી પીવાના દારૂ જેવુ રૂ.૨૮૦૦/-ની કિંમતનું ૧૪૦ લીટર કેફી પ્રવાહીનો મુદ્દામાલ અનવરભાઇ જાનમામદભાઇ મોવર પાસેથી વેંચાણથી લઇ મુદ્દામાલ વેંચાણ કરવાના ઇરાદે ભરી જુસબભાઇ કાદરભાઇ ભટ્ટી નામનો ઈસમ નીકળતા પોલીસે તેને પકડી પાડી આરોપી પાસેથી કુલ રૂ.૭૨,૮૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.