મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ટીંબડી ગામના પાટિયાથી પીપળી ગામ તરફ જતા સિમેન્ટના રોડ ઉપર અંબિકા એન્જીનીયરીંગ નજીક પહોચતા, જ્યાં ઍક્સેસ મોપેડ અને સ્પ્લેન્ડર બાઇકમાં બેઠેલા બે ઈસમો પોલીસને જોઈ પોતાના વાહન રેઢા મૂકીને નાસી ગયા હતા, ત્યારે બીજીબાજુ પોલીસે ઍક્સેસ રજી.નં. જીજે-૦૩-એલકે-૯૮૬૫ તથા સ્પ્લેન્ડર રજી.નં. જીજે-૨૭-એફડી-૧૫૫૦ એમ બન્ને વાહનમાં તલાસી લેતા તેમાંથી ૧૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે તાલુકા પોલીસે ઍક્સેસ અને સ્પ્લેન્ડર બન્ને વાહનો કિ.રૂ.૨૫,૦૦૦/-તથા દેશી દારૂનો જથ્થો એમ કુલ કિ.રૂ.૨૭,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ નાસી ગયેલ બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે