Tuesday, January 7, 2025
HomeGujaratવાંકાનેર-મોરબી હાઇવે પર કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો

વાંકાનેર-મોરબી હાઇવે પર કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો

મોરબી વાંકાનેર હાઈ વે પરથી પોલીસે શંકાસ્પદ કારને આંતરી લઇ તપાસ કરતા કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો.

- Advertisement -
- Advertisement -

વિગત મુજબ વાંકાનેર- મોરબી હાઇ વે પર આવેલા રફાળેશ્વર GIDC પાસે મેગ્નમ કારખાનાની સામે રોડ પર મોરબી તાલુકા પોલિસે તાપસ કરતા આરોપી દિલીપ મનસુખભાઇ ગાબુ (ઉવ.૧૯) ધંધો મજુરી રહે.ચોટીલા ધર્મશાળા પાછળ મફતીયાપરાના કબ્જામાંથી 8 બચકા જેમાં દેશી દારૂ કેફી પ્રવાહી દેશીદારૂ ભરેલ પ્લા.ની મોટી કોથળીઓ નંગ-૪૦ કેફી પ્રવાહી દેશીદારૂ લીટર-૨૦૦ કિ.રૂ.૪૦૦૦/ નો દેશીદારૂ આરોપી જયરાજભાઇ પોલભાઇ રહે.સાલકડા તા.ચોટીલા પાસેથી મેળવી પોતાના કબજા ભોગવટાવાળી હયુન્ડાઇ એસેન્ટ કાર રજી. નં-GJ-03-AB-6103 કિ.રૂ.૧,૦૦,૦૦૦/ વાળીમાં હેરાફેરી કરી મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫૦૦૦/ નો સાથે લઇ નીકળી આરોપી નં.જયદીપભાઇ કાઠી દરબાર રહે.ચોટીલા અને હિતેશભાઇ કોળી રહે.ચોટીલા મફતીયાપરા વાળાઓ ગાડીના આગળના ભાગે સ્પ્લેન્ડર મોટર સાયકલ લઇ પાઇલોટીંગ કરી ગુન્હામાં એકબીજા સાથે મેળાપીપણુ કરતા આરોપી દિલીપ ગાબુને કુલ મુદામાલ કિ.રૂ.૧,૦૯,૦૦૦/ સાથે દબોચી લીધો હતો. તથા ફરાર આરોપીઓને ઝડપી લેવા તાપસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!