મોરબી શહેરમાં નવલખી રોડ સેન્ટમેરી સ્કૂલની બાજુમાં આવેલ રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરતા હોવાની પૂર્વ બાતમીને આધારે બી ડિવિઝન પોલીસે રેઇડ કરતા, ઉપરોક્ત રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની અલગ ક્ષમતા અને બ્રાન્ડની ૧૧૨ બોટલ કિ.રૂ. ૩૯,૮૦૦/- તથા બિયરના પાંચ ટીન કિ.રૂ. ૧,૧૫૦/-એમ કુલ રૂ.૪૦,૯૫૦/- નો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસની રેઇડ દરમિયાન આરોપી રોહિતભાઈ મુન્નાભાઈ સરવૈયા હાજર મળી ન આવતા તેને વોન્ટેડ જાહેર કરી બી ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.