મોરબી તાલુકાના પીપળી ગામે માનસરોવર સોસાયટી પાસેથી મોરબી તાલુકા પોલીસે માટીની બોરીની આડમાં ઇગ્લીશ દારૂની હેરાફેરી કરી રહેલ ટ્રેલરને પકડી પાડ્યો છે. અને ઇગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઈસમની અટકાયત કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમને મળેલ હકીકતનાં આધારે, મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં અંબીકા કારખાના પાસે માનસરોવર સોસાયટી પાસે કાચા રોડ ઉપર પડેલ RJ-09-GC-3141 નંબરના ટ્રેલરમાં ભરેલ માટીની બોરીની આડમાં છુપાવેલ ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની કાચની નાની મોટી શીલપેક ૮૨૮ બોટલ તથા ૫૦૦ એમ.એલ ના કંપની શીલપેક ૩૧૨ બીયરના ટીન મળી કુલ રૂ.૫,૧૪,૦૯૨/- નો મુદામાલ શોધી કાઢી તેમજ ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરી રહેલ ઉપરોકત ટ્રેલરની કિંમત રૂ.૧૦,૦૦,૦૦૦/-તથા બે મોબાઇલ રૂ.૧૦,૦૦૦/- એમ કુલ રૂ.૧૫,૨૪,૦૯૨/- નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ ઇસમ શ્રવણસિંગ કીશનસિંગ રાવત (રહે અકીગઢ તા.ભીમ જી.બ્યાવર (રાજસ્થાન)) વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ પોલીસ સબ ઇન્સપેક્ટર એસ.એસ.સંગારકા ચલાવી રહ્યા છે.
આ કામગીરી પોલીસ ઇન્સેકટર એસ.કે.ચારેલ તથા પોલીસ સબ ઇન્સેકટર એસ.એન.સગારકા તથા એ.એસ.આઇ ભુપતસિંહ અજુભાઇ પરમાર તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ અંબાપ્રતાપસિંહ પ્રવિણસિંહ જાડેજા તથા મહાવીરસિંહ અનીરૂધ્ધસિંહ પરમાર તથા ચંદ્રસિંહ કનુભા પઢીયાર તથા દેવશીભાઈ ડુંગરભાઇ મોરી તથા પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઇ રાજાભાઇ મુંધવા તથા કેતનભાઇ જીવણભાઇ અજાણા તથા સિધ્ધરાજભાઈ કાનજીભાઇ લોખીલ તથા શકતિસિંહ કીશોરસિંહ જાડેજા તથા મહેન્દ્રસિંહ ભુપતસિંહ પરમાર તથા ભગીરથભાઇ દાદુભાઇ લોખીલ તથા અરવિંદભાઇ ધીરજભાઇ મકવાણા તથા કુલદીપભાઇ પોલાભાઈ કાનગડ તથા અજયભાઇ રાયધનભાઇ લાવડીયા તથા યશવંતસિંહ પ્રવિણસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી છે.