રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી તથા ડી.વાય.એસ.પી. પી.એ. ઝાલાએ પ્રોહી-જુગારની અસામાજિક પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સખત સુચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને કામગીરી કરતા દરમિયાન હળવદ પોલીસ દ્વારા હળવદ તાલુકાના નવા સાપકડા ગામે રહેણાંક મકાનના ફળીયામાં જમીનમાં દાટી છુપાવેલ ઈંગ્લીશદારૂનો જથ્થો શોધી કાઢ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને મળેલ બાતમીનાં આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સ્ટાફે હળવદ તાલુકાના નવા સાપકડા ગામે બાતમી હકીકત વાળા રહેણાંક મકાને રેઇડ કરતા મકાનના ફળીયામાં જમીનમાં દાટી છુપાવેલ ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશદારૂની કુલ રૂ.૨૫,૨૯૫/-ની કિંમતની ૫૭ બોટલો સાથે રસીકભાઇ ઉર્ફે લાલો રામાભાઈ નંદેસરીયા નામનો આરોપી હાજર મળી આવતા મુદામાલ કબ્જે કરી આરોપી વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.