રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવએ પ્રોહિબિશન જુગારની ગેર કાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી તાલુકા પોલીસની ટીમે મોરબી તાલુકાના ટીંબડી પાટીયા પાસે, અશ્વમેઘ હોટલ સામે, આવળ કોમ્પલેક્ષની પાછળ પાર્કીંગમાંથી ટ્રેઇલરમાં સફેદ માટી ભરેલ થેલીની આડમાં છુપાવેલ ઇગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડ્યો હતો.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ ડી.વાય.એસ.પી. પી.એ.ઝાલા તરફથી વધુમાં વધુ પ્રોહિબિશન જુગારના કવોલીટી કેસો શોધી કાઢવા ખાસ ઝુંબેશનુ આયોજન કરવામાં આવેલ હોય અને આ ઝુંબેશ દરમ્યાન મોરબી જીલ્લામાં પ્રોહિબિશન જુગારની ગેર કાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સૂચના કરેલ હોય જે અનુસંધાને જામગીરી કરતા દરમિયાન મોરબી તાલુકા પોલીસની ટીમેં ખાનગી બાતમીનાં આધારે સર્વેલન્સ સ્ટાફ સાથે મોરબી તાલુકાના ટીંબડી પાટીયા પાસે, અશ્વમેઘ હોટલ સામે, આવળ કોમ્પલેક્ષ પાછળ પાર્કીંગમાં રેઇડ કરતા સ્થળ પરથી હકીકતવાળું પાર્ક કરેલ ટાટા કંપનીનું RJ-52-GR-2691 નંબરનું ટેઇલર મળી આવતા જે ટ્રેઇલરમાં સઘન તપાસ કરતા ટ્રેઇલરમાં ભરેલ સફેદ પાટીની થેલીની આડમાં છુપાવેલ મેકડોવેલ્સ નં.૦૧ સુપીરયર વ્હીસ્કીની રૂ.૪૯,૫૦૦/-ની કિંમતની ૧૩૨ બોટલો સાથે દીપુ કલ્યાણસિંહ મીણા (રહે. વૃંદ સિરાવાસ, તા.જી.અલવર, રાજસ્થાન)ને પકડી પાડી ઇસમ વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.