મોરબીના શક્ત સનાળા ગામે રહેણાંક મકાનમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડીને ઇંગલિશ દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે જ્યારે અન્ય એક આરોપીનુ નામ ખુલતા તેને શોધી કાઢવા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસને ખાનગી રાહે બાતમી મળી હોય કે પોલીસ મથક વિસ્તારના શક્ત સનાળા ગામે રહેતા વિકી નારણભાઈ નાટડા (ઉ. વ. ૨૧ રહે શક્ત સનાળા) અને નરેન્દ્ર દાનાભાઈ ચૌહાણ (રહે શક્ત સનાળા)વાળાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી રાખ્યો હોય ત્યારે પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન પોલીસને જગ્યા પરથી અલગ અલગ બ્રાન્ડ ની કુલ ૩૩ નંગ બોટલ કિં.રૂ.૨૪,૫૨૦/- તથા બીયર ના ટીન નંગ ૦૬ કિ.રૂ.૬૦૦/- આમ કુલ.રૂ. ૨૫,૧૨૦/- નો મુદ્દામાલ મળી આવ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા મુદામાલ કબજે કરવામાં આવ્યો છે ઉપરાંત સ્થળ પરથી આરોપી વિકી નાટડા હાજર મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે પ્રાથમિક પૂછપરછ દરમિયાન અન્ય આરોપી નરેન્દ્ર ચૌહાણ નુ નામ ખુલતા તેને પકડી પાડવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.