હોળી ધુળેટીના તેહવાર પહેલા વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામના બોર્ડ નજીક રોડ પરથી ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો ભરેલી હેરાફેરી કરતી કારને કારચાલકને વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કાચની કંપની શીલપેક બોટલ નંગ ૧૬૮ કિંમત રૂ.૧,૦૧,૫૫૬/- સાથે ફોરવ્હીલ્સ કાર વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરતા સહિત કુલ રૂ. ૪,૦૧,૫૫૬/ ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનીરીક્ષકશ રાજકોટ વિભાગ અશોકકુમાર યાદવ, પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી મોરબી જીલ્લાએ મોરબીમાં પ્રોહીબીશન તથા જુગારની બદી સદંતર નાબુદ કરવા સુચના આપી હતી. જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડા વાંકાનેર વિભાગના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પ્રયત્નશીલ હતી. તેમજ નજીકના સમયમાં હોળી ધુળેટીનો તેહવાર આવતો હોય અને વિદેશી દારૂના જથ્થાની હેરફેર થવાની શક્યતાઓ રહેતી હોય જે અનુસંધાને પ્રોહીબિશન ડ્રાઈવ ચાલુ હતી. તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ કિર્તિસિંહ બહાદુરસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ ઝાલાને મળેલ સંયુકત બાતમીના આધારે વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામના બોર્ડ પાસે રોડ પરથી આરોપી રામદેવસિંહ ગજુભા ઝાલા જાતે દરબાર ૩૫ વર્ષીય રહે. મુળી, સુરેન્દ્રનગર વાળાને અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની કાચની કંપની શીલપેક બોટલ નંગ ૧૬૮ કિંમત રૂ.૧,૦૧,૫૫૬/- સાથે ફોરવીહલ કાર રેનોલ્ટ કંપનીની KWID કાર રજી નંબર GJ-01-KU-9080 વાળીમાં વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરતા કુલ રૂ. ૪,૦૧,૫૫૬/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર વિશાલ ગોરધનભાઈ કોળી રહે વરડુસર વાંકાનેર વાળો હાજર નહી મળી આવતા તેને શોધી કાઢવા ચક્રો ગતીમાન કરી બન્ને આરોપીઓ વિરૂધ્ધ પ્રોહીબિશન એક્ટ મુજબનો ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમ, વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે પ્રોહીબિશન કેસ શોધી કાઢવામાં સફળતા મળી છે.
જેમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર ડી.વી.ખરાડી, સર્વેલન્સ ટીમના એ.એસ.આઈ. જે.કે અઘારા, ક્રિપાલસિંહ ચાવડા, ચમનભાઇ ચાવડા પોલીસ હેડ કોન્સ્ટેબલ કિર્તીસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ ઝાલા, અશ્વિનભાઈ રંગાણી તેમજ સામતભાઈ છુછીયા દ્વારા કામગીરી કરવામાં આવી હતી.