મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે લાતી પ્લોટ સાવરના તળાવ કાંઠે ઘાસ તથા બાવળની કાંટમાં છુપાવેલ વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો પકડી લેવામાં આવ્યો છે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવી તેને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
મોરબી શહેર એ ડિવિઝન પોલીસ ટીમ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગના હોય તે દરમિયાન ખાનગીરાહે બાતમી મળેલ કે લાતી પ્લોટ ૮ માં રહેતો અસલમ ખોડ દ્વારા સાવરના તળાવના કાંઠે બાવળની કાંટ તેમજ ઘાસમાં વિદેશી દારૂ-બિયરનો જથ્થો સંતાડી તેનું વેચાણ કરે છે, જે મુજબની મળેલ બાતમીને આધારે ઉપરોક્ત તળાવ કાંઠે રેઇડ કરવામાં આવી હતી, ત્યારે એ ડિવિઝન પોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૂ ગ્રાન્ડ અફેયર વ્હિસ્કીની ૩૬ નંગ બોટલ તેમજ ટ્યુબર્ગ બિયરના ૭૨ ટીન જેની કુલ કિ.રૂ. ૧૮,૦૦૦/- મળી આવતા તેને કબ્જે લીધા હતા. દરોડા દરમિયાન આરોપી અસલમ હાજીભાઈ ખોડ રહે. લાતી પ્લોટ શેરી નં. ૮ વાળો સ્થળ ઉપર હાજર નહિ મળી આવતા તેની વિરુદ્ધ પ્રોહી એક્ટ હેઠળ ગુનો નોંધી તેને શોધવા તપાસની તજવીજ હાથ ધરી છે.