હળવદ પોલીસે પૂર્વ બાતમીને આધારે માથક ગામની સીમમાં આવેલ વાડીએ રેઇડ કરતા જ્યાં વાડીમાં પાર્ક કરેલ સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂની ૧૨ બોટલ તથા બિયરના ૨૧૬ ટીન જેની કુલ કિ.રૂ.૬૩,૧૨૦/- મળી આવતા, પોલીસે કાર અને વિદેશી દારૂ-બિયરનો જથ્થો કબ્જે લીધો હતો. રેઇડ દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસ ટીમને બાતમી મળી કે માથક ગામે રહેતો બુટલેગર પિન્ટુ બોરાણીયાએ માથક ગામની સીમમાં વાઘજીભાઈ કોળીની વાડીએ પોતાના હવાલા વાળી એક કારમાં વિદેશી દારૂ -બિયરનો જથ્થો વેચાણના આશયે સંગ્રહ કરીને રાખ્યો છે, જેથી તુરંત હળવદ પોલીસ ટીમે ઉઓરોકટ વાડીએ રેઇડ કરતા જ્યાં વાડીની અંદર સ્વીફ્ટ કાર રજી.ન. જીજે-૩૬-એફ-૧૫૦૮ પાર્ક કરેલ હતી, જેમાં તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂ રોયલ ચેલેન્જની ૧૨ નંગ બોટલ કિ.રૂ.૧૫,૬૦૦/- તથા કિંગફિશર બિયરના ૨૧૬ નંગ ટીન કિ.રૂ.૪૭,૫૨૦/-એમ કુલ કિ.રૂ.૬૩,૧૨૦/-નો જથ્થો મળી આવ્યો હતો. રેઇડ દરમિયાન આરોપી પિન્ટુ અશોકભાઈ બોરાણીયા રહે. માથક ગામ તા.હળવદ વાળો હાજર મળી ન આવતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે, આ સાયહે હળવદ પોલીસે કાર, દારૂ-બિયરના જથ્થા સહિત કુલ રૂ.૩,૬૩,૧૨૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.