મોરબી શહેરના વજેપર શેરી નં.૧૧ માં આવેલ ખંઢેર મકાનમાં વિદેશી દારૂ બિયરનો જથ્થો રાખી તેનું વેચાણ કરતા હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે રેઇડ કરી મકાનમાંથી વિદેશી દારૂની ૩૬ બોટલ તથા બિયરના ૨૪ ટીન જેની કુલ કિ.રૂ.૨૪,૪૮૦/- નો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા તેને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી મુજબ, સીટી એ ડિવિઝન પોલીસ ટીમને ખાનગીરાહે બાતમી મળી કે આરોપી ભુપેન્દ્ર જયસુખભાઈ વાઘેલા રહે. કાલિકા પ્લોટ મોમાઈ ડેરી પાસે મોરબી વાળો વજેપર શેરી નં.૧૧મા આવેલ પોતાના કબ્જા ભોગવટા વાળા ખંઢેર મકાનમાં વિદેશી દારૂ રાખી તેનું ગેરકાયદેસર વેચાણ કરે છે, જેથી તુરંત પોલીસે ઉપરોક્ત ખંઢેર મકાનમાં રેડ કરતા જ્યાંથી વિદેશી દારૂની અલગ અલગ બે બ્રાન્ડની ૩૬ બોટલ કિ.રૂ.૨૧,૬૦૦/- તથા કિંગફિશર બિયરના ૨૪ ટીન કિ.રૂ.૨,૮૮૦/- એમ કુલ રૂ.૨૪,૪૮૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન આરોપી ભુપેન્દ્ર વાઘેલા હાજર નહિ મળી આવતા તેને પોલીસે ફરાર જાહેર કરી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.









