વાંકાનેરના ઠીકરીયાળા ગામના તળાવ પાસે આવેલ વાડીમાં વિદેશી દારૂ બિયરનો જથ્થો રાખી વાડી-માલીક તેનું વેચાણ કરતો હોવાની બાતમીને આધારે પોલીસે રેઇડ કરી હતી, ત્યારે વાડીમાં ઘોડા રાખવાના તબેલામાં ગમાણમાંથી વિદેશી દારૂની ૪૯ બોટલ અને બિયરના ૨૪ ટીન મળી આવ્યા હતા. જ્યારે વાડી-માલીક દરોડા દરમિયાન હાજર નહીં મળી આવતા તેની વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી વિગતો અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસ ટીમને બતમની મળી કે, ઠીકરીયાળા ગામના તળાવ નજીક આવેલ અજિતભાઈ ખાચર પોતાની વાડીમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું છૂટકમાં વેચાણ કરે છે, જે મુજબની બાતમી મળતા તુરંત ઉપરોક્ત સ્થળે વાંકાનેર તાલુકા પોલીસ ટીમે દરોડો પડતા, જ્યાં વાડીમાં ઘોડા રાખવાના તબેલામાં ગામણમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ અને સાઈઝની ૪૯ નંગ બોટલ તથા બિયરના ૨૪ ટીન એમ મળીને કુલ રૂ.૪૫,૬૪૫/-નો જથ્થો મળી આવ્યો હતો, દરોડા દરમિયાન આરોપી અજિતભાઈ રામકુભાઈ ખાચર હાજર નહિ મળી આવતા, તેને પોલીસે ફરાર દર્શાવી તેની શોધખોળ શરૂ કરી છે.