Saturday, January 11, 2025
HomeGujaratમોરબીની નીલકંઠ સોસાયટીના ગ્રાઉન્ડમાં પાર્ક કરેલ અલ્ટો કારમાંથી વિદેશી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો

મોરબીની નીલકંઠ સોસાયટીના ગ્રાઉન્ડમાં પાર્ક કરેલ અલ્ટો કારમાંથી વિદેશી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો

મોરબી શહેરમાં છાત્રાલય રોડ ઉપર આવેલ નીલકંઠ સોસાયટીના ગ્રાઉન્ડમાં પાર્ક કરેલ અલ્ટો કારમાંથી વિદેશી દારૂ-બિયરનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. આ સાથે એ ડિવિઝન પોલીસે દરોડા દરમિયાન હાજર નહીં મળી આવેલ આરોપીને પકડી પાડવા અલગ અલગ દિશામાં શોધખોળ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી એ ડિવિઝન પોલીસને બાતમી મળી કે છાત્રાલય રોડ ચંદ્રેશનગર મેઈન રોડ ઉપર આવેલ નીલકંઠ સોસાયટીના ગ્રાઉન્ડમાં બળવંતભાઈ ચાવડાએ અલ્ટો કારમાં વિદેશી દારૂ-બિયરનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે સંગ્રહ કર્યો હોય જે મુજબની મળેલ બાતમીને આધારે રેઇડ કરી હતી. ત્યારે પોલીસે સ્થળ ઉપરથી અલ્ટો કાર રજી. નં. જીજે-૦૩-સીઆર-૦૬૫૩માંથી વોડકા-વ્હિસ્કીની કુલ ૩૯ બોટલ તેમજ બિયરના ૨૪ ટીન એમ કુલ કિ.રૂ.૨૬,૧૨૫/-નો દારૂ-બિયરનો મુદ્દામાલ તેમજ એક મોબાઇલ અને અલ્ટો કાર સહિત ૧,૨૭,૧૨૫/-નો કુલ મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસના દરોડા દરમિયાન આરોપી બળવંતભાઇ ગોવીંદભાઇ ચાવડા રહે.નિલકંઠ સોસાયટી છાત્રાલયરોડ મોરબીવાળો હાજર મળી નહીં આવતા તેને વોન્ટેડ જાહેર કરી તેની સામે એ ડિવિઝનમાં પ્રોહી. હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!