Sunday, June 15, 2025
HomeGujaratમોરબી રવાપર ગામે રહેણાંકમાંથી તેમજ મોપેડમાંથી વિદેશી દારૂ-બિયરનો ૧.૮૪ લાખનો જથ્થો ઝડપાયો,...

મોરબી રવાપર ગામે રહેણાંકમાંથી તેમજ મોપેડમાંથી વિદેશી દારૂ-બિયરનો ૧.૮૪ લાખનો જથ્થો ઝડપાયો, આરોપી ફરાર.

એ ડિવિઝન પોલીસે વિદેશી દારૂ-બિયર તથા મોપેડ સહિત ૨.૬૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરના રવાપર ગામે એ ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે રેઇડ કરી હતી, ત્યારે રહેણાંકમાં વિવિધ જગ્યાએથી તેમજ મોપેડમાંથી મોંઘીદાટ વ્હિસ્કી, સ્કોચ તેમજ બિયરના ટીન મળી આવ્યા હતા, આ સાથે પોલીસે દારૂ-બિયરનો રૂ.૧.૮૪ લાખનો જથ્થો તેમજ એકટીવા મોપેડ સહિત ૨.૬૪ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવેલ ન હોય જેથી એ ડિવિઝન પોલીસે તેને ફરાર દર્શાવી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમી મળી કે, રવાપર ગામે હનુમાન ચોકમાં મુકેશભાઈ જારીયા પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે, જેથી બાતમીને આધારે રહેણાંકમાં રેઇડ કરી હતી, જેમાં પોલીસે રહેણાંક મકાનમાં પાણીની ટાંકી, કબાટ તેમજ ફળીયામાં પાર્ક કરેલ એકટીવા મોપેડ રજી.નં. જીજે-૦૩-એનડી-૯૬૭૯ માંથી વિદેશી દારૂની અલગ અલગ ઉંચી બ્રાન્ડની ૬૦ બોટલ તેમજ બિયરના ૭૬ ટીન જેની કુલ કિ.રૂ. ૧,૮૪,૫૨૦/- શોધી તમામ જથ્થો કબ્જે લીધો હતો. આ સાથે પોલીસે મોપેડ સહિત રૂ.૨,૬૪,૫૨૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દરોડા દરમિયાન આરોપી મુકેશભાઈ દાનાભાઈ જારીયા હાજર નહિ મળી આવતા, તેને ફરાર જાહેર કરી પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી તેને પકડી લેવા અલગ અલગ દિશામાં તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!