Friday, November 14, 2025
HomeGujaratહળવદ-માળીયા હાઇવે રોડ ઉપર ચોખાની આડમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

હળવદ-માળીયા હાઇવે રોડ ઉપર ચોખાની આડમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

હળવદ-માળીયા હાઇવે રોડ ઉપર આવેલ બાબા રામદેવ હોટલ સામેથી રોડ ઉપરથી ટ્રક ટ્રેલરમાં ચોખાની બોરીઓની આડમાં છુપાવેલ અલગ-અલગ બ્રાંડની ઇંગ્લીશ દારૂની બોટલોનો મુદ્દામાલ મોરબી એલ.સી.બી. દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. તેમજ એક આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી.ની ટીમને ખાનગીરાહે બાતમી મળી હતી કે, હળવદ -અમદાવાદ હાઇવે રોડ ઉપર ધાંગધ્રા બાજુથી હળવદ તરફ GJ06 AV 7676 નંબરનું એક ટ્રક-ટ્રેલર આવી રહ્યું છે. જેમાં ચોખાની બોરીઓ ભરેલ છે તેના ઉપર તાલપત્રી બાંધેલ છે અને તે બોરીઓની નીચે ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ છે. જે બાતમીના આધારે, એલ.સી.બી. પ[ઓલીસે હળવદ-માળીયા હાઇવે રોડ સુખપર ગામ પાસે આવેલ બાબા રામદેવ હોટલ પાસે રોડ ઉપર ટ્રક ટ્રેલરની વોચમાં હતા. દરમિયાન ટ્રક ટ્રેલર નીકળતા તેને રોકી ચેક કરતા તેમાં પ્રવિણ લાખાભાઇ પગી નામના શખ્સ પાસેથી ચોખાની બોરીઓની આડમાં છુપાવી લવાતો રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કીની ૬૦૦ બોટલોનો રૂ.૭,૮૦,૦૦૦/-, રોયલ સ્ટગ સુપીરીયર વ્હીસ્કીની ૫૦૪ બોટલોનો રૂ.૬,૫૫,૨૦૦/-, કિંગ ફીશર સ્ટ્રોંગ પ્રિમીયમ બિયરના ૬૦૦ ટીનનો રૂ.૧,૩૨,૦૦૦/-નો મુદ્દામાલ મળી આવતા પોલીસે કુલ ૧૧૦૪ ઇંગ્લીશ દારૂની બોટલો તથા બિયરના ૬૦૦ તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૫૯,૭૯,૨૦૦/- નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. તેમજ પકડાયેલ આરોપીની પૂછપરછ દરમિયાન સિધ્ધરાજસિંહ જાડેજાનું નામ ખુલતા તેને વોન્ટેડ જાહેર કરી હળવદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારાતળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!