Monday, May 20, 2024
HomeGujaratમોરબી હળવદ રોડ પરથી માટીની આડમાં જામનગર લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો...

મોરબી હળવદ રોડ પરથી માટીની આડમાં જામનગર લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો : બે ઝડપાયા; બેની શોધખોળ

રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીને મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ અટકાવવા સૂચન કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી કાઇમ બ્રાંચ દ્વારા ટ્રકમાં માટીની આડમાં છુપાવીને જામનગર ખાતે લઇ જવાતા ઇંગ્લીશ દારૂની બોટલો તથા બીયર ટીનના મુદામાલ સાથે બે આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. જયારે બે ઈસમોની શોધખોળ ચાલુ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી. ટીમને ખાનગી રાહે હકિકત મળેલ કે, મોરબી-હળવદ રોડ ઉચીમાંડલ ગામ પાસે આવેલ મેગાસીટી વિટ્રીફાઇડ નામના કારખાના પાર્કીંગમાં ગ્રાઉન્ડમાં એક GJ-10-2-8099 નંબરનું ટાટા ટ્રક પડેલ છે, જે ટ્રકમાં માટીની આડમાં રાજસ્થાન રાજયથી ગેર કાયદેસર રીતે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી લાવી જામનગર ખાતે લઇ જનાર છે. જે ચોકકસ હકિકતનાં આધારે મેગાસીટી વિટ્રીફાઇડ નામના કારખાના પાર્કીંગમાં ગ્રાઉન્ડમાં તપાસ કરતા ટ્રકમાંથી વનરાજસિંહ જગદીશસિંહ જાડેજા તથા દેવીસિંહ ગુણવંતસિંહ ગોહીલ નામના બે ઇસમો ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે મળી આવતા પોલીસે કુલ રૂ.૫,૫૭,૭૫૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, મહીપાલસિંહ જીતેન્દ્રસિંહ કેર તથા પ્રભુજી નામના ઈસમો પણ આમ સંડોવાયેલા હતા. ત્યારે એલસીબી પોલીસે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!