રાજકોટ રેન્જ આઈ.જી. અશોક કુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. મુકેશકુમાર પટેલ દ્વારા મોરબી જીલ્લામા કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઇ રહે તેમજ પ્રોહી./જુગારની ચોરી છુપી ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિ ઉપર અંકુશ રાખવા અંગેની અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના કરવામાં આવતા તે અન્વયે કામગીરી કરતા દરમિયાન માળીયા (મીં) પોલીસ દ્વારા સુરજબારી ચેક પોસ્ટ પાસે, કચ્છ-મોરબી હાઇવે ઉપરથી સ્કોર્પીઓ એન ગાડીમાં ભરેલ વિદેશો દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. અને એક આરોપી રીઢા ગુન્હેગારને જેલ હવાલે કરવામાં આવ્યો છે. જયારે અન્ય એક આરોપી ફરાર થયો છે.
મળતી માહિતી અનુસાર, માળીયા (મીં) પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, કચ્છ તરફથી મહિન્દ્રા કંપનીની GJ-03-ML-4507 નંબરની સ્કોર્પીઓ એનમા ગેર કાયદેસર રીતે ઇંગ્લીંશ દારૂનો જથ્થો ભરી જામનગર તરફ જનાર છે. જે બાતમીનાં આધારે પોલીસ દ્વારા માળીયા મીંયાણા સરુજસરુજબારી ચેક પોસ્ટ પાસે કચ્છ મોરબી હાઇવેરોડ ઉપર જરૂરી વોચ ગોઠવી તપાસ કરતા બાતમી વાળી કાર મળી આવી હતી. જેમાંથી પોલીસને ઓલસીઝન ગોલ્ડ વ્હીસ્કીની ૪૮ બોટલનો રૂ. ૬૭,૨૦૦/-, રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કીની ૩૭૨ બોટલના રૂ.૪,૮૩,૬૦૦ /-નો મુદ્દામાલ મળી આવતા માળીયા (મીં) પોલીસ દ્વારા દારૂ તથા રૂ.૧૦,૦૦,૦૦૦/-ની કિંમતની મહિન્દ્રા કંપનીની સ્કોર્પીઓ એન કાર તથા બે મોબાઈલ મળી કુલ રૂ. ૧૫,૫૮,૮૦૦/- નો મુદામાલ કબ્જે કર્યો છે. અને મુદ્દામાલ સાથે પ્રાગપર પોલીસ સ્ટેશન, પધ્ધર પોલીસ સ્ટેશન તથા જામનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અલગ-અલગ ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપી દિપકભાઇ ઉર્ફે અટાપટુ જમનાદાસ જેઠવાણીને પકડી પાડવામાં આવ્યો છે. જયારે જીજ્ઞેશ ઉર્ફે જીગો વિનોદભાઇ ખીજડા નામનો શખ્સ ફરાર થઇ જતા તેને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.