દિવાળીના તહેવારો નજીક આવતા જ રાજ્યમાં દારૂ ઘુસાડવાનું પ્રમાણ વધી ગયું છે. તેવામાં મોરબી તાલુકા પોલીસ દ્વારા મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે આવેલ એક વરંડા(ડેલો) માં રાખેલ હુન્ડાઇ ક્રેટા કારમાંથી ઇગ્લીશ દારૂનો મુદ્દામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે આરોપીઓ સ્થળ પર હાજર મળી ન આવતા તેમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસને બાતમી મળી હતી કે, મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે રહેતા ભાવેશ ઉર્ફે મુન્નો પરબતભાઇ ધ્રાંગા (રહે.જુના નાગડાવાસ તા-જી મોરબી)ના વરંડા (ડેલા)માં એક સફેદ કલરની હુન્ડાઇ ક્રેટા કાર પડેલ છે. જેમાં ઇગ્લીશ દારૂ પડેલ છે. જે બાતમીનાં આધારે સ્થળ પર રેઇડ કરતા અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ૭૫૦ મી.લી.ની કાચની કંપની શીલપેક ઇંગ્લીશ દારૂની કુલ ૩૩૬ બોટલનો રૂ.૨,૨૭,૫૪૪/- તથા હ્યુન્ડાઇ કંપનીની GJ-36-F-2046 નંબરની ક્રેટા કાર રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૭,૨૭,૫૪૪/-નો મુદ્દામાલ મળી આવતા મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જયારે આરોપીઓ સ્થળ પર હાજર મળી ન આવતા તેમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર.મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.ડી.ભટ્ટ સહિતનાઓ દ્વારા કરવામાં આવી હતી.